ગત તા.26ના રોજ શહેરના ઘોઘારોડ પર રહેતો વિશાલ રમેશ સોલંકી તેના મિત્રો હરપાલ ઉર્ફે હરૂ મહિપત ગોહિલ સંજય નાનું મકવાણા તથા કેવલ ઉર્ફે સાંગો રમેશ સોલંકી રે.તમામ ભાવનગર શહેર વાળા સાથે વાળુકડ-ખાંટડી રોડપર આવેલ અલ્પેશ પટેલની માલિકીના ફાર્મહાઉસમા ન્હાવા તથા નોનવેજ ભોજનનો પ્રોગ્રામ કર્યો હતો આ ચારેય મિત્રો ઉપરાંત એક અન્ય યુવાન મળી પાંચેય મિત્રો ફાર્મહાઉસ ના સ્વિમિંગ પુલમાં ન્હાયા હતાં અને જમવાની તૈયારી કરી રહ્યાં હતાં તે વેળાએ આરોપી હરપાલ ઉર્ફે હરૂએ મૃતક વિશાલ ઉર્ફે હોઠકાપલો ને કહેલ કે તું કિન્નરો સાથે શું કામ રહે છે જે બાબતે બોલાચાલી થતાં ઉગ્ર ઝઘડો થયો હતો જેમાં સંજય તથા કેવલ ઉર્ફે સાંગાએ વિશાલને પકડી રાખતાં હરૂએ છરીનો ઐક ઘા કચકચાવીને વિશાલની છાતીમાં ઝીંકી દેતાં વિશાલે સ્થળપર દમ તોડ્યો હતો ત્યારબાદ આરોપીઓ વિશાલને હોસ્પિટલ સુધી મૂકી ફરાર થઈ ગયા હતા આ હત્યારાઓ પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર થયા હોય અને ત્રણેય આરોપીઓ હિસ્ટ્રીસીટર હોવા સાથે દારૂ જુગાર સહિતના અનેક ગુનામાં જેલની હવા ખાઈ આવ્યાં હોય આથી વરતેજ પોલીસે રાજ્યની તમામ પોલીસ ને આ હત્યારાઓ અંગે ખબરદાર કરી હતી દરમ્યાન સુરત લોકલ ક્રાઈમબ્રાન્ચનીટીમે પેટ્રોલીંગ દરમ્યાન કાપોદ્રા વિસ્તારમાં આવેલ યોગીચોક વિસ્તારમાંથી ત્રણેય હત્યારાઓને ઝડપી લઈ વરતેજ પોલીસને જાણ કરતાં વરતેજ પોલીસે હત્યારાઓનો કબ્જો લઈ વરતેજ લાવી લોકઅપ હવાલે કર્યાં છે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગ કરાશે તેમ પોલીસ મથકે થી જાણવા મળ્યું છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર