25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનના વાપીથી આવતા દારૂ-બીયર ભરેલા ટ્રક સાથે પાંચ આરોપીઓની ધડપકડ કરી હતી


ગત રાત્રીનાં વરતેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન બાતમી મળી હતી કે મામસાથી નેસવડ ગામે એક ઈંગ્લીશ દારૂ ભરેલો ટ્રક જવા રવાના થયો છે જે હકીકત આધારે જવાનો વોચ ગોઠવી ટ્રક નં-જી-જે-10-ટીટી 8859 તથા એક કાર રોડ સાઈડમાં અવાવરું સ્થળે નઝરે ચડતાં પોલીસ જવાનોએ કોર્ડન કરી તપાસ હાથ ધરતા 6 પૈકી એક શખ્સ નાસી છુટ્યો હતો. દરમ્યાન ટ્રકમાં તપાસ કરતાં ટ્રકમાંથી દારૂ-બિયરનો મોટો જથ્થો મળી આવતા કાલાવડના અફઝલ કાદર સમા, જામનગરના શહેઝાદ હુસેન રઝાકબીન આરબ, વસીમ યુસુફ દરજાદા, ભાવનગરના કરશન પ્રવિણ મકવાણા અને વિજય ઉર્ફે માઈકલ ઉર્ફે રાધે તુલસી ચુડાસમાની ધરપકડ કરી અર્જુન રણજીત મકવાણાની શોધખોળ હાથ ધરી છે આરોપીઓએ જણાવ્યું હતું કે ભાવનગરના કરશન વિજય તથા અર્જુને આ ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો મંગાવ્યો હોય અને વસીમ યુસુફ દરજાદાએ વાપીથી દારૂ-બિયરનો જથ્થો ટ્રકમાં લોડ કરી આપ્યો હતો અને જામનગરના શખ્સો ભાવનગરના બુટલેગરોને ડિલિવરી આપવા આવ્યાં હતાં વરતેજ પોલીસે ટોરસ ટ્રક ઈંગ્લીશ દારૂ-બિયર રોકડ, 5 મોબાઈલ મળી કુલ રૂ.34,22,600નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર થઈ ગયેલ બુટલેગર અર્જુનને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

 

રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -