32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ભાવનગરના મફતનગરમા ડિમોલેશન ન થવા દેવા ચળવળમાં જોડાયેલ વૃદ્ધનું મોત લોકોમાં ભારે રોષ ફેલાયો


ગત શનિવારે શહેરના ઘોઘારોડ પર આવેલ ચૌદનાળા વિસ્તારમાં આવેલ 50 વર્ષ કરતાં વધુ જૂના મફતનગરને દૂર કરી આ સરકારી જમીન બીએમસી હસ્તક લેવાનો તંત્ર એ દ્રઢ નિર્ધાર કર્યો છે અને આ મફતનગરના રહિશોને મકાનો- ઝુપડાઓ ખાલી કરવા નોટિસો ફટકારી હતી જેનાં ઘેર પડઘા પડ્યાં છે અને ગરીબ લોકો એ માંગ કરી છે કે મફતનગર ના વસાહતીઓનો ઘર વિહોણા કરવાને બદલે કાયમી આશ્રયસ્થાન આપવામાં આવે અથવા મફતનગર જૈસે થે અકબંધ રાખવામાં આવે પરંતુ તંત્ર પોતાની વાત પર મક્કમ છે અને કોઈ પણ ભોગે જમીન ખાલસા કરાવશે જ એ વાતનું રોકડું પરખાવી દેતાં સ્થિતિ વધુ વણસી છે જેમાં ગતરોજ આ મફતનગરમાં રહેતા 70 વર્ષિય વૃદ્ધ યુસુફ ડેરૈયાને હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેનું મોત થતાં મફતનગર ના રહિશોએ વૃદ્ધ નું મોત ડિમોલેશન ના નિર્ણય ના આઘાત ને કારણે થયું હોવાનું જણાવ્યું છે તથા આ બાબતે તંત્ર ડિમોલેશન નહીં કરે એવી લેખિત-મૌખિક ખાત્રી આપે તો જ વૃદ્ધ ની લાશના અંતિમ સંસ્કાર કરાશે અને ત્યાં સુધી લાશનો કબ્જો પણ સ્વીકારવામાં નહીં આવે એ વાત ની હઠ સાથે સરટી હોસ્પિટલ ના પીએમ રૂમ સામે પડાવ નાંખતા મ્યુનિ. કમિશ્નર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે વૃદ્ધ ના મોત અને ડિમોલેશન ની વાતને કોઈ જ લેવાદેવા નથી આ વાતને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે પરંતુ તંત્ર આજે પણ એજ વાત કરે છે કે ડિમોલેશન તો થશે જ જયારે બીજી તરફ આપ તથા કોંગ્રેસ આ મોકાની કાગડોળે રાહ જોઈ રહ્યાં હોય તેમ સમગ્ર વિવાદમાં પોતાના રાજકીય રોટલા શેકવા ગરીબો પાસે મગરમચ્છ ના આંસુ સારવા દોડી આવ્યા છે પ્રદેશ કક્ષાએથી કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણી સરટી હોસ્પિટલ ખાતે દોડી આવી આ લડતમાં તેઓ ગરીબોની સાથે જ છે અને જરૂર પડ્યે આ લડતને રાજ્ય વ્યાપી બનાવવાનો હુંકાર કર્યો હતો અને ભાજપ સરકાર પર વાક્ પ્રહારો કરી ભાજપ સરકાર અમીરોની સરકાર હોવાની કેસેટ વગાડી હતી એજ રીતે તકવાદી કોંગ્રેસ પણ આ તકે પોતાનો રોલ ભજવવા તત્પર બની છે અને મફતનગર ના રહિશો માટે સરકાર સામે કેવા હથિયારો સજાવવા તે અંગે મથામણ કરી રહ્યાં છે તો બીજી તરફ ભાજપ માથી ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ પોતાની વોટબેંક આ મડાગાંઠ થી કેવી રીતે બચાવી શકાય તે માટે વિચારમગ્ન બન્યાં છે.

રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -