ભાવનગર શહેરના વેશાલી સિનેમા પાસે આવેલા મેલડી માટેના મંદિર પાસે ગેરકાયદેસર રીતે ચણી લેવામાં આવેલી ૧૨ જેટલી પાક્કી દુકાનો પર મહાનગર પાલિકાનાં બુલડોઝર ફરી વળ્યા હતા ગેરકાયદેસર રીતે દુકાનો અને ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા. આ તમામ પાક્કા દબાણો મહાનગર પાલિકાએ તોડી પડ્યા હતા. કોમ્પ્લેક્સના આગળના ભાગેથી 30 ફૂટનો ભાગ મહાનગર પાલિકાએ તોડી પાડ્યો હતો અને માર્જિન મુજબની જગ્યા ખુલ્લી કરી દીધી હતી આમ કુલ મળી ૪૦૦૦ સ્ક્વેર ફૂટની જગ્યા મહાનગરપાલિકાએ ખુલ્લી કરી દીધી હતી
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર