ભાવનગરના ઘોઘાના જુનાપાદર ગામે નિશાળની બાજુમા આવેલી સીમવાડીમાં વરતેજ પોલીસે દરોડો કરી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવવાની જાણવા માટે વિગત મુજબ વરતેજ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળતાની સાથે જ ઘોઘાના જુનાપાદર ગામે નિશાળની બાજુમા આવેલી સીમવાડીમાં દરોડો પડતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા વરતેજ પોલીસે ઈરફાન ભાઈ તુરને વિદેશી દારૂની ૪૮ બોટલો અને મોબાઇલ સાથે કુલ રૂપિયા ૨૪,૪૦૦નાં મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ગુનેગારો વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર