ભાવનગર શહેર જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થઈ છે ભાવનગર નું જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવફ્લો થયો છે તેની સાથોસાથ ભાવનગર નું શોભા સામાન બોરતળાવ પણ ઓવરફ્લો થયું છે.તેવામાં ભાવનગરની શોભા સામાન ગૌરીશંકર સરોવરમાં આવેલા નવા નીરના વધામણા ભાવનગર મહાનગપાલિકા નાં અધિકારીઓ અને પદાધિકારીઓએ કર્યો હતા. આ પ્રસંગે વોટર વર્કસ સુપ્રિટેન્ડેન્ટ દેવમુરારી સહિતના અધિકારીઓની સાથે મેયર ,સ્ટેન્ડિંગ ચેરમેન,સહિત નગરસેવકો,સંગઠનના પદાધિકારીઓ એ ગૌરીશંકર સરોવર માં આવેલા નવા નીરના વધામણા કર્યા હતા.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર