સવારે ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે ગંગાજળીયા તળાવમાં એક પુરૂષની લાશ તરી રહી છે જે કોલ આધારે ફાયરબ્રિગેડના જવાનો સ્થળપર દોડી આવ્યા હતા અને જળકુંભી વચ્ચે તરતી લાશને બહાર કાઢી પોલીસને હવાલે કરતાં પોલીસે અંદાજે 30 વર્ષની વય ધરાવતા યુવાનની લાશનો કબ્જો લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી જેમાં શરીર પર કોઈ ઘા કે ઈજાના નિશાન જોવા મળ્યાં ન હતાં પરંતુ લાશ છેલ્લા ત્રણેય દિવસથી પાણીમાં પડી રહી હોવાનાં કારણે કોહવાઈ જતાં શરીર ફૂલીને વિકૃત થઈ ગયું હોય અને આ યુવાને તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું પ્રથમ દષ્ટિએ જણાઈ રહ્યું હોય પોલીસે સ્થળપર પંચનામું કરી મોતનું સાચું કારણ જાણવા લાશને પીએમ માટે સરટી હોસ્પિટલમાં ખસેડી મૃતકના વાલી વારસદારોની શોધખોળ હાથ ધરી છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર