સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રીના સમયે શહેરના બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના જવાનો પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે ખેડૂતવાસમા આવેલ મેલડીમાની ધાર પાસે કેટલાક શખ્સો પૈસા-પાના વડે તિનપત્તિનો હાર-જીતનો જુગાર રમે છે જે હકીકત આધારે ટીમે બાતમી આધારે તે સ્થળે રેડ કરતાં ત્રણ શખ્સો તિનપત્તિના જુગારની બાજીમા મગ્ન મળી આવ્યાં હતાં જેમાં નરેશ હિંમત શિયાળ, મુકેશ ભૂપત બારૈયા તથા રાજેશ વિઠ્ઠલ બારૈયાને જુગારનુ સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 3100 સાથે ઝડપી લઈ પોલીસ મથકે લાવી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર