ભાવનગર શહેરના કુમુદવાડી વીસ્તારમાં યુવાનનો હાથ બાઈકના હેન્ડલ સાથે અથડાવાના મામલે એક વર્ષ પૂર્વે શખ્સ યુવાન પર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાના કેસમાં ડીસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટએ શખ્સને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. ત્યારે બનાવ અંગેની વિગતો મુજબ મુળ ધોલેરાના ગોગલા ગામના વતની અને ભાવનગરમાં રહેતા પારસભાઈ સુખદેવભાઈ ઝાપડીયા (ઉં.વ.૩૬)એ શહેરના ડી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આધારે કે ડી ડીવીઝન પોલીસે જે-તે સમયે બંન્ને આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ત્યારે તે કેસ ત્યાંની ડીસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી ધારાશાસ્ત્રી મનોજ જોષીની દલીલો ગ્રાહ્ય રાખી તેમજ લેખીત અને મૌખીક પુરાવાઓ તેમજ સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઈ સંતોષ ઉર્ફે સોંડા, કેશુ મકવાણા ને તિસરવાન ઠરાવી તેને આજીવન કારાવાસની સજા ફટકારી રૂા. દસ હજારનો દંડ ફટકારી રવી ઉર્ફે ભુરો મથુરભાઈ મકવાણાને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર