ભાવનગર શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં અવારનવાર બાનુબેનની વાડી જાણે જુગારનો અડ્ડો બની ગઈ હોય તેમ સપ્તાહમાં ચાર થી પાંચ પોલીસની રેડમાં જુગાર રમતા ઘણા શખ્સો ઝડપાય જવા પામ્યા છે. જ્યારે વધુ એક વખત બોરતળાવ પોલીસે મોડીરાત્રીના પેટ્રોલીંગ દરમિયાન બાનુબેનની વાડી પાસેથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને જુગારની રોકડ સાથે ઝડપી લીધા હતા. શહેરના કુંભારવાડા, નારી રોડ નજીક આવેલ બાનુબેનની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા હતા જેમાં પ્રવીણ પોપટભાઇ બાંભણીયા, રમેશ બાબુભાઇ ચૌહાણ, અજય સવજીભાઇ મકવાણા, મુકેશ શામજીભાઇ મકાવાણાને જુગારની રોકડ રૂા. 25,700 સાથે બોરતળાવ પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર