ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લાના દરિયાઈ કોસ્ટલ બેલ્ટને એલર્ટ આપવામાં આવ્યું છે જાફરાબાદ બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી ટોકન પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે મોટાભાગના માછીમારોને મધદરીયામાંથી તાકીદે બોલાવવા સૂચના આપવામાં આવી છે પીપાવાવ કોસ્ટગાર્ડ, પીપાવાવ મરીન પોલીસ સહિત સ્થાનિક તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે કોસ્ટલ બેલ્ટમાં 2 ચેકપોસ્ટ શરૂ કરી દરિયા કાંઠાના કેટલાક લેન્ડિંગ પોઇન્ટ ઉપર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે રાજુલા કોસ્ટલ હાઇવે પર ભેરાઈ ચેકપોસ્ટ, વિકટર ચેકપોસ્ટ ઉપર પીપાવાવ મરીન દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું