ભારત પાકિસ્તાન મેચને લઈને રાજકોટમાં ક્રિકેટ ફીવર જામ્યો હતો. જેમાં રેસ કોર્સ ક્રિકેટ મેદાન ખાતે તિરંગા જંડા સાથે યુવા ક્રિકેટ પ્રેમીઓ ઉમટ્યા હતા. તેમજ તિરંગા ધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારા લાગ્યા હતા. આ સાથે ભારત પાકિસ્તાન સામે આજે પણ વિજય મેળવી વિશ્વ કપ નો રેકોર્ડ બરકરાર રાખશે આ ઉપરાંત આજ સુધી ભારત વિશ્વ કપમાં પાકિસ્તાન સામે અજય રહ્યું છે. જેથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એક લાખ થી વધુ મેદની ભારતીય ટીમ નો જુસ્સો વધાર્યો હતો. આ સાથે આજે પાકિસ્તાન ને અમદાવાદમાં હરાવી વિજય અભિયાન આગળ વધાર્યું હતું તેમજ તેમનો ઉત્સાહ વધારવા સચિન સહિતના લેજેન્ડ અમદાવાદ પહોંચ્યા હતા. આ સાથે આજના મેચમાં બોલીવુડ સ્ટાર પણ હજાર રહ્યા હતા.