અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ-2023 અંતર્ગત આજરોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક મેચ રમાનાર છે. આ મેચને લઈને દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ લોકો આ ઐતિહાસિક મેચનો આનંદ માણી શકે તે માટે મનપાએ ખાસ વ્યવસ્થા કરી છે. જેમાં શહેરમાં ચાર સ્થળોએ વિશાળ એલઇડી સ્ક્રિન ઉપર મેચનો લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવનાર છે. આ માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે મેચ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે, જીતશે તો ભારત જ… તેમજ ખાસ 11 વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. આ મુકાબલો ગુજરાતની ધરતી ઉપર અને તેમાં પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર છે. જેને લઈ રંગીલા રાજકોટિયન્સ આ ઐતિહાસિક મેચનો આનંદ માણી શકે તે માટે RMC દ્રારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિસાનપરા ચોક, પાણીના ઘોડા પાસે, સોરઠીયાવાડી સર્કલ તેમજ મવડી ચોકડી સહિતના ચાર સ્થળોએ વિશાળ LED સ્ક્રિન મુકવામાં આવી છે. જેમાં સમગ્ર મેચનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવનાર છે. બપોરના સમયે મેચ શરૂ થનાર હોવાથી મંડપ, પાણી અને ખૂરશી સહિત તમામ જરૂરી વ્યવસ્થા પણ તમામ સ્થળોએ કરવામાં આવી છે. ત્યારે આજની મેચને લઈ લોકોમાં ભારે ઉત્સાહ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રંગીલા રાજકોટની ઓળખ રહી છે કે, કોઈ ઉત્સવ મનાવવામાં ક્યારેય રાજકોટવાસીઓ પાછળ રહેતા નથી. જે અંતર્ગત ઐતિહાસિક ક્ષણોને ઉજવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની જીત નિશ્ચિત છે. વનસાઈડ આ મેચમાં ભારતની જીત થશે. તેમજ વર્લ્ડકપ પણ ભારત લાવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
ભારત-પાકિસ્તાનની મેચ નિહાળવા રાજકોટ શહેરમાં ચાર સ્થળે વિશાળ LED સ્ક્રીન મુકાઈ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -