જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યવાહીને લઈને સુરતમાં તીરંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે પાટીલે કહ્યું કે ભારતીય સેનાએ ખૂબ જ બહાદુરીથી ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને પાકિસ્તાનના આંતરિક વિસ્તારોમાં પ્રવેશ કરીને આતંકવાદીઓના ઠેકાણાઓ પર મિસાઇલોનો વરસાદ કર્યો અને સેંકડો આતંકવાદીઓને ઠાર કર્યા છે ઓપરેશન સિંદૂર ભારતના લોકોની ભાવનાનું પ્રતિબિંબ છે. આતંકવાદીઓ માટે આશ્રયસ્થાન એવા પાકિસ્તાન પર હુમલો કરીને, ભારતીય સેનાએ વિશ્વને તેની અપાર શક્તિ અને ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. મોટી સંખ્યામાં લોકોએ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી આકાશ ભરાઈ ગયું હતું.