બાવળા તાલુકાના બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બગોદરા પીએસઆઈ જી. કે ચાવડાને બાતમી મળતા બગોદરા તારાપુર ચોકડી ઉપર વોચ ગોઠવીને MH 15 HH 1071 નંબરની આઇશર ગાડી અટકાવી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 620 પેટીઓ તેમજ 19 બોટલ છુટ્ટી મળી આવી હતી પોલીસે દારૂ તથા ટ્રક સહિત રૂા. 42,53,860નો મુદામાલ કબજે કરી પંજાબના નરેન્દ્રસિંગ અજેબસિંગ ભીંડેરની ધરપકડ કરી દારૂ મોકલનાર અને મંગાવનાર બંનેની શોધખોળ હાથ ધરી છે. બગોદરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી.
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર