કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ ધીરજ સાહુ પાસેથી 200 કરોડથી વધુ રોકડ રકમ મળી આવી હતી જેને લઈને ઠેર ઠેર ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસએ કરેલા ભ્રષ્ટાચાના વિરોધમાં બાવળા શહેરમા આવેલ ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં જિલ્લા મહામંત્રી શૈલેષભાઈ દાવડા. નવદીપ ભાઈ ડોડીયા. મયુર ભાઈડાભી,અમદાવાદ જિલ્લાના બાંધકામ સમિતિ ચેરમેન ઇશ્વરભાઈ, બાવળા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ અંગિત ભાઈ ગોહિલ, બાવળા ભાજપમહામંત્રી ધર્મેન્દ્રભાઈ રાઠોડ જિલ્લા ભાજપના હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા
રિપોર્ટર : ગોહેલ સોહિલ કુમાર