આપણી આવનારી પેઢીઓના આરોગ્યને સુરક્ષિત રાખવાના પ્રયાસમાં ડાબર તરફથી કમ્પલીટ હેલ્થ ડ્રીંક ડાબર વીટાએ એક વિશાળ જાગરૂકતા અભિયાનનું આયોજન કર્યું. જેના માધ્યમથી બાળકોને તેમની તંદુરસ્તી સાથે જોડાયેલા સાત પાસાઓ જેવાં કે, સારૂં ડાયજેશન, રેસ્પીરેટરી હેલ્થ, મજબૂત હાડકાઓ તથા સ્નાયુઓ, તાકાત, સ્ટેમિના અને શ્રેષ્ઠ ઇમ્યુનિટી વિશે જાગૃત કરવામાં આવ્યા.તેમજ આ અભિયાન આજે રાજકોટમાં શ્રી શ્રી એકેડેમી ખાતે આયોજિત કરવામાં આવ્યું, જેમાં 300 બાળકોએ ભાગ લીધોહતો જેઓને ડાબર વીટાથી યુક્ત સ્પેશ્યલ હેલ્થ કીટ પણ આપવામાં આવી. આ પ્રસંગે ડાબર ઈન્ડિયા લિમિટેડના કોર્પોરેટ કમ્યુનિકેશંસ મેનેજર શ્રી દિનેશ કુમારેપોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. આ સાથે જ ડૉ. નીરવ મેહતાએપણ બાળકોને આરોગ્ય લક્ષી માહિતી આપી હતી.