જેતપુરમાં પ્રદુષણ વધુ જોવા મળ્યું છે.જેના કારણે કેરાળી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી પ્રદુષિત બની છે. ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો હતો. ભાદર નદીમાં જાણે બરફની ચાદર ઢંકાઈ હોય અને ફીણના ગોટે ગોટા જોવા મળ્યા હતા. થોડો વરસાદ વરસતા જ ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો છે.જ્યારે અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ કામગીરી થતી નથી. દર વર્ષે ચોમાસુ નજીક આવતા જ પ્રદુષિત પાણી ભાદર નદીમાં છોડતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પ્રદુષિત પાણીથી જીવ સુષ્ટિને નુકશાન પહોંચે છે તેમજ ખેતીની જમીન બંજર બની જાય છે.જ્યારે ખેડૂતો સાથે માલધારીઓના માલ ઢોરને પણ રોગ થવાની ભીતિ સર્જાય છે. ભાદર નદીમાં પ્રદુષિત પાણી છોડવાનું બંધ કરવામાં આવે તેવી આસપાસના ગામના ખેડૂતો અને લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -