ભાજપ દ્વારા ઉમાં જયંતી નિમિતે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનું આયોજન ઇન્દિરા સર્કલ ખાતેથી સવારે 9 વાગે કરવામાં આવ્યું હતું. તેમજ આ શોભાયત્રામાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓને આમંત્રણ આપવમાં આવ્યું હોવાથી ભાજપના અગ્રણીઓ સાથે તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ માં ઉમા ને ફૂલહાર ચડાવી ડી. જે. ના તાલ સાથે ધામધૂમ થી શોભા યાત્રા કાઢવામાં આવી હતી.