ભરૂચ શહેર અને જિલ્લામાંમાં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો ભવ્ય આરંભ થઈ ચૂક્યો છે ત્યારે ચોથા અને પાંચમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા આસોના નવલા નોરતાના આરંભ સાથે જ સાજ-શણગારથી સજ્જ માઈ મંદિરોએ ભક્તોનું ઘોડાપૂર દર્શનાર્થે ઉમટી પડ્યું હતું. ભરૂચ શહેરમાં રંગેચંગે નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ રહી છે. પાર્ટી પ્લોટ હોય કે પછી સોસાયટી, શેરી હોય કે મહોલ્લો ગરબાના ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. રોજેરોજ અવનવા રંગબેરંગી વસ્ત્રોથી સજ્જ ગરબા રસિકો ગરબે ઝૂમી રહ્યા છે. ગરબાની સાથે સાથે ટીમલી ડાન્સ પણ ખેલૈયાઓ માણી રહ્યા છે.ભરૂચ શહેરના શકિતનાથ વિસ્તારમાં આવેલી શુભમ સોસાયટીમાં આવેલા અંબાજી માતા અને મોઢેશ્વરી માતાના મંદિરે નવરાત્રિના ચોથા અને પાંચમા નોરતે સ્થાનિકો સંગીતના તાલે માતાજીના ગરબે ઘૂમી રહ્યા છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ.