ભરૂચના પોલીસ હેડક્વાટર ખાતે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભરુચમાં ચાલુ વર્ષે ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે ત્યારે વાલીઓને તેમની દીકરીઓની પણ ચિંતા થતી હોય છે. ત્યારે બાળકીઓ અને યુવતીઓ સલામતી અને સુરક્ષા સાથે ગરબા રમી શકે તે માટે ભરૂચના પોલીસ હેડ ક્વાર્ટરના વિશાળ મેદાન ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સંસ્થાના મનો દિવ્યાંગ બાળકો, ઘરડા ઘરના વૃદ્ધો સહિત જુવેનાઇલ માં રહેતા બાળકો અને બાળકી ઓને અલગ અલગ દિવસે આમંત્રિત કર્યા છે. તેઓને ગરબા રમાડવા તેમજ અલ્પાહાર કરાવી તેઓને પોલીસ બંદોબસ્ત સાથે લાવવાની અને પરત પહોંચાડવાની સુંદર વ્યવસ્થા પણ પોલીસે કરી છે. પોલીસ નવરાત્રી મહોત્સવમાં પોલીસ પરિવારની સાથે અન્ય શહેરીજનો પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી ગરબાની રમઝટ માણી શકશે. ગરબા મહોત્સવ દરમ્યાન લાઈટિંગ, સિંગર, સજિંદા સાથે સુરક્ષા માટે પોલીસની સાથે મેડિકલ ટીમ અને ફાયરબ્રિગેડ પણ અહી સ્ટેન્ડ ટુ રહેશે. નવરાત્રીના પહેલા નોરતે ભરૂચના ત્રાલસા ખાતે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકો પણ પોલીસ હેડ કોટર ગ્રાઉન્ડ ખાતે પોલિસ સુરક્ષા કવચ વચ્ચે ગરબા રમી ગરબાની મજા માણી હતી.
મનીષ પટેલ જંબુસર