23 C
Ahmedabad
Thursday, May 8, 2025
spot_imgspot_imgspot_img

ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ. બેંકના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લા ભાજપની મતદાતા ચેતના અભિયાન અંગે બેઠકનું પ્રદેશ આઈ.ટી.સેલના નિખિલ પટેલની ઉપસ્થિતિમાં કરાયું આયોજન..


ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ. બેંકના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લા ભાજપની મતદાતા ચેતના અભિયાન અંગે બેઠક પ્રદેશ આઈ.ટી. સેલના નિખિલ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં
ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટીવ બેંકમાં સોમવારના રોજ ભાજપની મતદાર યાદી ચકાસણીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશના આઇટી સેલના કન્વિનર નિખિલબ પટેલે હાજર રહેલા પદાધિકારીઓ સાથે ચર્ચાઓ કરી માહિતી આપી હતી. તેમજ ભરૂચ જિલ્લા ભાજપ પણ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ની તૈયારીમાં લાગી ગઈ છે. તેના ભાગ રુપે પાર્ટીના કાર્યકર્તાઓના વર્કશોપ તેમજ વિવિધ સેલના કાર્યકરતાઓ સાથે બેઠકનો દોર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે  ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મતદારોને મતદાર યાદીમાં જોડવા તેમજ કમી કરવા, મતદાર યાદીની ચકાસણી રાજ્યના દરેક જિલ્લામાં યુવા મતદારોને આકર્ષવા તેમજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તે માટે શું કરી શકાય તેમજ મતદારને પડતી તકલીફોનું સુચારુ રૂપે આયોજન કરવા સમગ્ર દેશમાં મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ કરાયો છે. તેમજ આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી ફતેસિંહ ગોહિલ, વિનોદ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, નિશાંત મોદી, દિવ્યેશ પટેલ સહિત મંડલના 14 અગત્યના પદાધિકારીઓ હાજર રહ્યા હતાં. આ સાથે બેઠકમાં વધારેમાં વધારે નવા મતદારોનો ઉમેરો થાય, મૃત્યું પામનારા લોકોના ચાલતા નામો કમી થાય તે તમામ બાબતોને લઈને ભાજપના હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રિપોર્ટર: મનીષ પટેલ

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -