નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવેલ સગાઈ ગામ ખાતે સાંસદ મનસુખભાઇ વસાવા ના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ભરૂચ નર્મદા જિલ્લામાં પત્રકારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ મનસુખ વસાવા સાથે જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી અશોકભાઈ પટેલ, મોતીલાલ વસાવા, સંકરલાલ વસાવા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી. રાજપીપળા મહા મંત્રી રમેશ વસાવા, પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવા,રાજ્યના સંગઠન ના દિનેશ રોહિત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન વડપણમાં 9 વર્ષની સાફલય ગાથા જિલ્લામાં આગામી એક મહિના સુધી થનારી ઉજવણી રૂપરેખા રજૂ કરી હતી. ભવિષ્યના ભારતના નિર્માણમાં યોગદાન આપતા વડાપ્રધાનના નેતૃત્વના નવ વર્ષની ઉજવણી અંતર્ગત ભરૂચ-નર્મદા જિલ્લામાં કરાઈ રહી છે. સંપર્કથી સમર્થન, વિકાસ તીર્થ, લાભાર્થી સંમેલન, વેપારી સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલન, સંયુક્ત મોરચાની, યોગ દિવસ બુથ સુધી ઉજવણી, સિનિયર નેતા સાથે ભોજન અને ગોષ્ઠી, હર ઘર સંપર્ક અભિયાન અને લોકસભાનું મહાસમેલન યોજાઈ રહ્યા છે.
મનીષ પટેલ જંબુસર