બે દીવસથી જંબુસરમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે એક મીઠાની ટ્રક રોડ પર ફસાવાની ઘટના બની છે. જંબુસર રીંગ રોડ પર મીઠાની ભરેલી ટ્રક યાંત્રિક ખામી સર્જાવાના કારણે પડવાથી વાહનચાલકોને ટ્રાફીક સહીત હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીથી ભરાયેલા ખાડા ખાબોચિયા વાળા રોડ પર કેપિસિટી બહાર મીઠાની ભરેલી ટ્રકમાંથી પાણી પડતું હોય નાના મોટા અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બની હતી, બીજું ખાસ નોંધવું એ ઘટે કે મીઠુ ભરેલ ખખડધજ ટ્રક કે જેની નંબર પ્લેટ કે કાંઈ પણ હતું નહિ તો આવી ટ્રકો કોના ઇસારે ચાલી રહી છે જે જંબુસર જાહેર જનતા માટે ચર્ચાનો વિષય છે. કાયદાનો પાઠ ભાણવતા કાયદાના અધિકારીઓની નજરમાં આ નંબર પ્લેટ વગરની મીઠાની ટ્રક કેમ નથી આવતી એ એક પ્રશ્નછે.
મનીષ પટેલ જંબુસર