ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે GNFC બસ સ્ટેન્ડ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂને ઝડપી પાડ્યો છે. નાની-મોટી ૭૨૪ બોટલો, જેની કિંમત રૂપિયા ૧,૧૯,૦૬૦ અને ૨૫,૦૦૦ રૂપિયાના બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧,૪૪,૦૬૦ના મુદ્દામાલ સાથે સતીષ ખોડીદાસ સરધારા, વિપુલ જગદીશભાઈ રાઠોડ અને ઉજાલાબેન દિપકભાઈ રાજેન્દ્રભાઈ રાઠોડ નામના એક મહિલા અને બે પુરુષોને પકડી પાડી તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.