ભરૂચમાં શૈક્ષણિક કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઠરાવો માટે રામધૂનના કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું વિધાન સભાની ચૂંટણી પહેલાં થયેલ સમાધાનના મુદ્દાઓનું હજુ સુધી નિરાકરણ ન આવતાં શાળા અને શિક્ષણના હિત માટે ભરૂચ જિલ્લા ના તમામ સંચાલકશ્રીઓ, આચાર્યશ્રી, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો, બિનશૈક્ષણિક કર્મચારીઓએ મોટી સંખ્યામા હાજર રહી સહકાર આપ્યો હતો. ભરૂચ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના સંચાલકમંડળના પ્રમૂખ પ્રવિણસિંહજી રણા, માધ્યમિક શિક્ષણ સંઘ ના પ્રમુખ રવીન્દ્રભાઈ પટેલ આચાર્ય સંઘ ના પ્રમુખ અમિતસિંહજી વાસદીયા, કિરીટસિંહજી મહીડા, પુષ્કરસિંહજી તથા તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. અને ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો.
મનીષ પટેલ