ભરૂચમાં એક કલાક સુધી સ્ટેચ્યુ પાર્કની આસપાસના વિસ્તારની સફાઇ કરવામાં આવી હતી. જેમાં ભરૂચના ધારા સભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન યાદવ, ભરૂચ નગપાલિકાના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સહિતના નેતાઓએ ભરૂચના સ્ટેચ્યુ પાર્કની આસપાસના વિસ્તારની સફાઇ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આજે રવિવારે સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ એક તારીખ, એક કલાકના સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં ધારાસભ્ય સહિતના મહેમાનોની હાજરીમાં સવારે ૧૦ વાગ્યે ભોલાવના હરિહર કોમ્પલેકસ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના ૯ તાલુકા અને ૪ નગરપાલિકા વિસ્તારમાં મહાશ્રમદાન કરવામાં આવ્યું હતું.સવારે ૧૧ વાગ્યા સુધી જાહેર તેમજ અન્ય સ્થળોની સફાઇ કરવામાં આવી હતી.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ.