તપોવન સંસ્કાર કેન્દ્ર, ભરૂચ સંલગ્ન શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા દ્વારા વિક્રમ સવંત ૨૦૮૦, નૂતનવર્ષના પ્રારંભે સંસ્થાના શુભેચ્છકો, કર્મચારી અધ્યાપકો, ઋષિકુમારો, શિવમહોત્સવજ્ઞાનસુજ્ઞ શ્રોતાજનો અને સાધકો સાથે સંત સમાગમ અને સ્નેહમિલનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં પ.પૂ.સ્વામીની શ્રધ્ધાનંદજી અને પ. પૂ.સ્વામીની નિજાનંદજીએ પોતાના આશીર્વચન પાઠવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમમાં પ. પૂ. સ્વામીની સતપ્રિયાનંદજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા, નિયામક જાગૃતિબેન પંડ્યા સહિત સંસ્થાના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસ-પાસના રહીશોએ મોટી સંખ્યામાં હાજર રહીને એક-બીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આવનારું નવું વર્ષ સૌને માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ, લક્ષ્મી, વિદ્યા લઈને આવે અને સૌનું આરોગ્ય સારું રહે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ.