ભરૂચના ઝાડેશ્વરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરને લઈને ગંભીર અફવા ફેલાવવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તોસીફ આદમ પટેલ નામના શખ્સે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને માહિતી આપી હતી કે રાત્રે 1થી 2 વાગ્યા દરમિયાન ચાર વ્યક્તિઓ મંદિરને બોમ્બથી ઉડાવી દેશે આ માહિતી મળતાં જ SOGના P.I એ.એ. ચૌધરી અને સી ડિવિઝનના P.I એ.વી. પાણમીયાના નેતૃત્વમાં પોલીસની ટીમો સક્રિય થઈ ગઈ હતી. બોમ્બ સ્ક્વોડને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી. પોલીસે મંદિરની તપાસ કરી હતી અને ફોન કરનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી તપાસ દરમિયાન આરોપી ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેના ભાઈઓ મિલકતમાં તેને ભાગ આપતા નથી અને તેના બનેવી પણ તેને હેરાન કરે છે. આ કારણે તેણે તેઓ ઉપર પોલીસ કાર્યવાહી કરાવવાના ઈરાદે તેણે પોલીસને આ ખોટી માહિતી આપી હતી.
ભરૂચના સ્વામિનારાયણ મંદિરમાં બોમ્બ હોવાની અફવા ફેલાવનાર શખ્સને પોલીસે દબોચી લીધો હતો
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -