24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ભરૂચના ભોલાવ ગામે એક કરોડના ખર્ચે નિર્માણ પામનાર 3 માર્ગોનું ભૂમિપૂજન અને એક નવીન માર્ગનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ


ભરૂચના ભોલાવ ગામે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રૂપિયા એક કરોડના ખર્ચે મંજુર થયેલા 3 સી.સી. રોડનું ખતમુહૂર્ત જ્યારે એક નવીન માર્ગનું લોકાર્પણ કરાયું હતું. ભોલાવ ગામે મૈત્રીનગરના કોમન પ્લોટમાં નવનિર્માણ પામનાર 3 સી.સી. રોડનું ભૂમિપૂજન તેમજ અઢી લાખના ખર્ચે નિર્માણ કરાયેલા રોડના લોકાર્પણનો કાર્યકમ યોજાયો હતો.ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, યુવા પ્રમુખ ઋષભ પટેલ, મંત્રી નિશાંત મોદી, સરપંચ, સભ્યો અને વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ભોલાવ ગામના લોકો અને સોસાયટીના પ્રજાજનોની ઘણા સમયની રજુઆત અને જરૂરિયાત સંતોષાતા તેઓમાં આ પ્રસંગે આનંદની લાગણી છવાઈ હતી. ભોલાવ ગામે બ્રિજથી મૈત્રીનગર સોસાયટીને જોડતો સીસી રોડ રૂપીયા 50 લાખના ખર્ચે, નવીનગરીથી રેલવે ફાટક સુધીનો સીસી રોડ રૂપિયા 15 લાખના ખર્ચે તેમજ મૈત્રીનગર સોસાયટીમાં ₹35 લાખના ખર્ચે સીસી રોડ નિર્માણ થશે. જેની કામગીરી ગુરૂવારથી જ શરૂ થઈ જશે. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ગ્રામીણ સડક યોજના હેઠળ ભોલાવ ગામે રસ્તાના કામોને મંજૂરી મળી છે. અને આગામી સમયમાં ₹35 લાખના ખર્ચે મંજુર થયેલી ડ્રેનેજ યોજનાનું કામ પણ આરંભ કરવામાં આવનાર છે.

 

 

મનીષ પટેલ જંબુસર

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -