ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધારો નોંધાયો હતો. અસહ્ય ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદથી રાહત મળી છે. વાતાવરણમાં આવેલી ઠંડક બાદ લોકોમાં હળવાશનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલા સરદાર શોપિંગ સેન્ટરમાં અને સેવાશ્રમ રોડ પર પાણી ભરાવાથી રાહદારીઓ, દુકાનદારો અને વાહનચાલકોની સમસ્યામાં વધારો થયો હતો. આ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદને કારણે જમીનનું તાપમાન અને ભેજનું પ્રમાણ બદલાયું છે. આથી પાક પર વિપરીત અસર થવાની આશંકા છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -