કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સામખયારી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલા દબાણો સામે તંત્ર આખરે જાગ્યું છે. અંદાજિત 15થી 17 હજારની વસ્તી ધરાવતા અને આજુબાજુના 15થી 20 ગામડાઓ માટે મહત્વનું કેન્દ્ર એવા સામખયારીમાં અનેક રજૂઆતો બાદ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગામના એક જાગૃત નાગરિક દ્વારા 2024માં મુખ્યમંત્રી સુધી અરજીઓ કરાયા બાદ તંત્રએ કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યા હતા. સરપંચ, તલાટી, તાલુકા અને જિલ્લાના જવાબદાર અધિકારીઓ તેમજ પોલીસની હાજરીમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પંચાયત દ્વારા દબાણકર્તાઓને ત્રણ વખત નોટિસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, જુના બસ સ્ટેશન પાસે હજુ પણ અનેક દબાણો યથાવત છે, જેને તંત્ર ક્યારે દૂર કરે છે તે જોવાનું રહેશે, કારણ કે સાંજના સમયે અહીં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે.
ભચાઉના સામખયારીમાં તંત્રની દબાણ હટાવ ઝુંબેશ, અનેક વર્ષોની રજૂઆત બાદ કાર્યવાહી
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -