ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા દિવ્યાંગ યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે મહારાષ્ટ્રથી પધારેલ દિવ્યાંગ યાત્રિકને વિલચેર ન મળતા ભગવાન દ્વારકાધીશના દર્શન કરી દુઃખ વ્યક્ત કર્યું હતું ભગવાન દ્વારકાધીશ મંદિરમાં લાખો કરોડો રૂપિયાના દાન આવે છે ત્યારે તંત્ર દ્વારા સારી વીલચેર દિવ્યાંગ માટે ન મળતા યાત્રિક પરેશાન થઈ રહ્યા છે યાત્રાધામ દ્વારકામાં આવેલ અમાનતી સામાન ઘરમાં દિવ્યાંગ યાત્રિકો માટે વીલ ચેરની વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે.. દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં આવેલ અમાનતી સામાન ઘરમાં હાલમાં વીલ ચેર ભાંગેલી તૂટેલી હાલતમાં હોય જેથી દિવ્યાંગ લોકોને ભગવાન દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા ભારે પરેશાની વેઠવી પડી રહી છે તંત્રને દિવ્યાંગ લોકોની વીલ ચેર રીપેરીંગ કરવામાં કોઇજ રસ ન હોય તેવું લાગી રહ્યું છે.
અનિલ લાલ