બોટાદ રેલવે સ્ટેશન ખાતે રેલવે યુનિયનના સહકારથી લોકો રનીંગ સ્ટાફ પાયલોટ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે તેઓની માંગ છે કે નિયમ કરતા વધુ સમયે નોકરી લેવામાં આવે છે તેમજ હેડ કવાટરની બહારની પણ નોકરી કરાવવામાં આવે છે તથા માંગેલ રજા ની મંજૂરીની જાણ પણ કરવામા આવતી નથી જેના કારણે અમે લોકો પરિવાર સાથે રહી શકતા નથી પરિવાર ડિસ્ટર્બ થાય છે તેમ જ અમારુ આરોગ્ય પણ ડિસ્ટર્બ થાય છે અને રેલ્વે દ્વારા નિયમ વિરુદ્ધ ની કાર્યવાહી કરવામાં આવે છે જેથી તેઓની માંગ છે કે રેલવેના લોકો પાયલોટ અંગેના જે કંઈ પણ નિયમો હોય તે નિયમો અનુસાર નોકરી કરવામાં આવે હાલ પૂરતા એક દિવસના ધરણા યોજેલ છે પરંતુ જો રેલવે તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી કરવાની પણ ફરજ પડશે તેમ જણાવેલ છે.