23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

બોટાદ ભગવાનપરા વિસ્તારમાં દસ દિવસ પહેલા બનાવેલ રોડમાં ગાબડા પડ્યા


બોટાદ ખાતે ગઢડા રોડ ઉપર ભગવાનપરા નામનો વિસ્તાર આવેલ છે. આ વિસ્તારમાં લોકોના કહેવા મુજબ આશરે દસ દિવસ પહેલા સીસી રોડનું કામ કરવામાં આવેલ હતું. અને આ કામ ચાલુ વરસાદમાં કરવામાં આવતુ હતુ. આ કામ કરતા સમયે ત્યાંના રહીશો દ્વારા જણાવેલ કે વરસાદમાં કામ ન થાય બંધ કરો. પરંતુ આ સીસી રોડનું કામ ભગવાનપરા વિસ્તારમાં ચાલુ રાખવામાં આવેલ હતું. જેને આજે દસ દિવસ જેટલો જ સમય થયો છે. અને આ દસ દિવસમાં આરસીસી નો બનાવેલ રોડ તૂટીને ગાબડા પડી ગયા છે. અને તેમાં પાણી ભરાય છે. લોકોનું કહેવું છે કે આ રોડ બનાવતા સમયે તદ્દન નબળા પ્રકારનો માલ સામાન મટીરીયલ વાપરવામાં આવેલ છે અને ચાલુ વરસાદે આ રોડ બનાવવામાં આવેલ છે. જેથી આ રોડ દસ જ દિવસમાં તૂટી ગયેલ હોય લોકોને સુવિધાથી વંચિત રાખવામાં આવેલ છે. આમ સરકારના લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવેલ છે. આના માટે જવાબદાર કોણ?

બાઈટ 1 રાકેશભાઈ પટેલ સ્થાનિક નાગરિક બોટાદ

લાલજી સોલંકી
Botad


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -