અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રા નો દિવસ ગણવામાં આવે છે ત્યારે વિવિધ ઠેકાણે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા આજરોજ નીકળે છે ત્યારે બોટાદ ખાતે તળાવ કાંઠે આવેલ જગન્નાથ મંદિરથી 26મી રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા જગન્નાથ મંદિરેથી નીકળી બોટાદ શહેરના રાજમાર્ગો પર ફરી હતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથનો રથ તેમજ સાધુ સંતો તથા સેવકો અને ભાવિક ભક્તો જોડાયા હતા. આ રથયાત્રામાં આશરે 52 જેટલા વાહનો તેમજ વિવિધ ફ્લોટો યોજવામાં આવ્યા હતા.તેમજ આ રથયાત્રાનું વિવિધ ઠેકાણે ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આનંદ ઉલ્લાસના વાતાવરણ વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા બોટાદ શહેરમાં નીકળી હતી. આ રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસના બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રા બોટાદ શહેરમાં નીકળી હતી.
લાલજીભાઈ સોલંકી