હાલમાં ચોમાસાની સીઝન શરૂ થયેલ છે અને આંખના ચેપી રોગના વાયરસની શરૂઆત થયેલ છે આ આંખના ચેપી રોગ ના દર્દીઓમાં હાલ વધારો જોવા મળી રહ્યો છે આ આંખના ચેપી રોગ ઝીણા વાયરસથી અને હવાથી ફેલાતો હોવાનું ડોક્ટર નું કહેવુ છે કે આ આંખનો ચેપી રોગ જે થાય છે તે લોકોને લાલ આંખ થવી, આંખમાં ચીપડા વળવા ખંજવાળ આવવી વગેરે જેવા લક્ષણો આ આંખના વાયરસ થી થતા ચેપી રોગમાં જોવા મળે છે. અને હાલમાં બોટાદમા આ વાયરસથી ફેલાતા આંખના ચેપી રોગના દર્દીઓમાં દિવસે દિવસે ખૂબ જ વધારો થઈ રહેલ છે. હોસ્પિટલ ના ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલ છે કે આવા કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક આંખના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તાત્કાલિક સારવાર કરવી જોઈએ તેમ ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલ છે.
Report.લાલજી સોલંકી
Botad