આદિવાસી વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય ચૈતર વસાવાની સામે ભાજપ સરકાર દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવેલ હોવાથી તેના વિરોધમાં બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો દ્વારા ચૈતર વસાવાનીસામે થયેલ ખોટી ફરિયાદના અનુસંધાને બોટાદ કલેકટરને આવેદન પત્ર આપતા જણાવેલ છે કે ચૈતર વસાવા એ ખેડૂતના કામ માટે આગળ આવી પોતાની ફરજ નિભાવેલ છે અને સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે તેમ છતાં તેઓના ઉપર ખોટો રાગધ્વેશ રાખી અને રાજકીય સત્તાના જોરે ભાજપ સરકારે જે ખોટી ફરિયાદ દાખલ કરેલ છે તે પરત ખેંચવામાં આવે અને તેઓને કોઈ પણ પ્રકારે હેરાનગતિ કરવામા ન આવે તેવી માંગ સાથે બોટાદ કલેકટરને બોટાદ જિલ્લામાં આદમી પાર્ટી ના કાયઁકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
રિપોર્ટ. લાલજી સોલંકી
બોટાદ