બોગસ બીલીંગ સંદર્ભે જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસની કાર્યવાહી કરવામાં આવી હતા. જેમાં ૨૦ આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ફરીયાદ નોંધાઈ છે. ત્યારે આ મામલે 14 આરોપીઓને રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યારે આ ગુન્હાના 6 ઓરોપીઓ હાલ ફરાર છે. ફરીયાદ થયેલ આરોપીઓમાં 19 ભાવનગરનના અને એક આરોપી રાજકોટનો છે. જ્યારે આરોપીઓ દ્વારા આધાર કાર્ડનો દુર ઉપયોગ કરી જીએસટી ચોરી કૌભાંડ આચર્યું હોવાનુ હાલ સામે આવ્યું છે. જીએસટી વિભાગે ફેબ્રુઆરી ૨૦૨૩ અને ૨૦૨૪માં વિવિધ કૌંભાંડો ઉજાગર કર્યા હતા. જેમાં આરોપીઓ જરૂરિયાતમંદ લોકોને નાણાંકીય પ્રલોભન આપી આધારકાર્ડ સાથે લીંક મોબાઇલ નંબર ચેન્જ કરતા હતા. તેમજ ચેન્જ કરેલ આધાર કાર્ડથી પાન અને જીએસટી નંબર મેળવી આ કૌભાંડ આચરતા હતા. દેશભરમાં ૧૩,૩૪૫ બોગસ જીએસટી નંબર સામે ગુજરાતના ૪,૩૦૮ બોગસ જીએસટી નંબરનો સમાવેશ. તેમજ બોગસ ક્રેડિટ મેળવનાર સામે વસુલાતની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે આરોપીઓને 16 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરાયા છે. તમામ સામે ગુજસીકોટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીનું નિવેદન આપતા જણાવ્યું કે સમગ્ર કૌભાંડ રૂપિયા 2050 કરોડનું છે. જેમાંથી 258 કરોડ નું GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલ છે. મુખ્ય આરોપી રાજુભાઇ તમામને આધારકાર્ડ બનાવી દેતો પોતાનો મોબાઈલ નંબર લિંક કરી તેમાં આવતા OTP થી પાનકાર્ડ બનાવી દેતો હતો. તેમજ આરોપીઓ બોગસ સેલ કંપની ઉભી કરી સાચી કંપની સાથે ફ્રોડ કરતા હતા.