બીઈંગ યુનાઈટેડ એનજીઓ છેલ્લા પાંચ વર્ષથી આ સંસ્થા કાર્યરત છે કોરોના કાળથી રકતદાન કેમ્પ દ્વારા સમાજની નજરમાં એક અલગ જ પ્રભાવ છોડનાર આ સંસ્થાએ ઘણા બધા ઉમદા કાર્ય કરી લોકોના દિલ જીતી લીધા છે. જેમ કે કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં રકતદાન કેમ્પ તુલસી રોપા વિતરણ કોરોના વોરિયર્સ નું સન્માન તેજસ્વી તરલાઓનું સન્માન તેમજ દર વર્ષે ગાંધી જયંતી પર સાઈલોથોનનું આયોજન તેમજ મહાનગર પાલિકા દ્વારા સંસ્થાપિત ભગવતી પર ખાતે આવેલ વીર સાવરકર પ્રાથમિક શાળા પણ દતક લીધેલ છે. પણ હાલમાં આ સંસ્થા સમાજ માટે એક અલગ હેતુ અને જાગૃતિનો સંદેશ આર્ટ ઓફ હાર્ટ લઈને આવ્યું આ બિન લાભકારી વિધ્યાર્થીની આગેવાની હેઠળની સંસ્થા છે. જેની સ્થાપન જૈનબ કપસી નામના ધોરણ 12 વિધ્યાર્થી દ્વારા કરવામાં આવી છે. જેનો ઉદેશ્ય હાર્ટ ઓફ એટેક ના લક્ષણો શું છે, કાર્ડિયાક એરેસ્ટ શું છે અને શું પગલાં લેવાની જરૂર છે તે સમજવા માટે અમારા સમુદાયમાં આત્મવિશ્વાસ અને જાગૃતિ કેળવવાવનો છે.