બિપોરજોઈ વાવાઝોડા અને ભારે વરસાદની અસરને કારણે શાકભાજી ના પાકને નુકસાન થતાં શાકભાજી નું ઉત્પાદન ઘટયું હોવાથી શાકભાજીના ભાવમાં ધરખમ વધારો આવતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમજ શાકભાજી ના ભાવ માં 50 ટકા થી વધુ નો ભાવ વધારો જોવા મળ્યો છે. જેમાં ટમેટા અને મરચાના ભાવ 40 થી વધીને 75 રૂપિયા થયા તો કોબીજ ના ભાવ 15થી વધી ને 25 થયા. આ સાથે રીંગણ અને તુરીયાના ભાવ ના 30 થી વધીને 60 રૂપિયા થયા છે. તેમજ શાકભાજી ના ભાવ વધતા ગૃહિણીઓ નું બજેટ પણ ખોરવાયું છે.