બિપરજોય વાવાઝોડાની અસર રાજકોટમાં જોવા મળી રહી છે તેમજ રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી આ વાવાઝોડાની અસરે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે. ત્યારે ગઈકાલે અતિભારે પવન ફૂંકાતા ચોંકાવનારા દ્રશ્યોના cctv સામે આવ્યા હતા. જેમાં મવડી વિસ્તારમાં આવેલા સવન હાઈટ્સમાં પાર્કિગમાં પાર્ક કરાયેલા ટુ-વ્હિલર્સ ફંગોળાયા હતા. એટલું જ નહીં અમુક ટુ-વ્હિલર્સની ડેકી ભારે પવનથી જાતે જ ખુલી ગયાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.