બીપરજોઈ વાવાઝોડાને લઈને ચોટીલાનું તંત્ર એલર્ટ થયું છે જેમાં ચોટીલા તાલુકાના તલાટીઓ, પીજીવીસીએલ, ફોરેસ્ટ વિભાગ, આર.એમ.બી.ચોટીલા નગરપાલીકા, પશુ ડોક્ટર વગેરે તંત્રને મામલતદાર દ્વારા એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે તેમજ લોકો ની મદદ માટે ૨૪ કલાક હેલ્પલાઇન નંબર 02751 280279 પણ શરૂ કરવામાં આવ્યો છે તેમજ ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા વાવાઝોડાના પગલે બે દિવસ સુધી દર્શને આવતા યાત્રિકોએ સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ લોકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે બે દિવસ માટે યાત્રિકોએ મંદિરે દર્શન કરવા માટે ન આવવાનો આગ્રહ રાખવા જણાવ્યુ છે જોકે હાલની પરિસ્થિતિને જોઈને ડુંગર તળેટી વિસ્તારમાં સન્નાટો જોવા મળી રહ્યો હતો
રિપોર્ટર: મુકેશ ખખ્ખર