આજરોજ શિક્ષક દિન છે શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે ભારતમાં શિક્ષક દિન દર વર્ષની ૫ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે.આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે ત્યારે ઠેર ઠેર આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે તેવામાં બાવળાના રજોડા પાટિયા નજીક આવેલ સરકારી વિનયન અને વિજ્ઞાાન કોલેજમાં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી શિક્ષક દિનને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઉજવતા હોય છે તેવામાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક બનીને શિક્ષકની ભૂમિકા ભજવી અને શિક્ષક તરીકેનો અનુભવ લીધો હતો અને રીતે આ દિવસની ઉજવણી કરવામા આવી હતી. સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર દેશ ને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી હતી
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર