બાવળાનાં રાનેશર ગામ નજીક આવેલ અતુલ ઓટો લિમિટેડ કંપની નાં 250 થી વધારે વર્કરો આજે સવારથી કંપનીના ગેટની બહાર હડતાલ ઉપર ઉતરીયા હતા જેમાં વર્કરએ જણાવ્યું હતું કે કંપની દ્વારા અમને સરકારી ધારા ધોરણ મુજબ પગાર વધારો કરવામાં આવેલ નથી અને અમને હક રજા , પગાર વધારો, બોનસ, જેવું આપવામાં આવતું નથી અને કંપનીની કેન્ટીનમાં જમવાનું સારું આપવામાં આવતું નથી જમવામાં કીડા મકોડા જોવામાં આવેલ છે જ્યારે કંપની નાં HR મલાઈભાઈએ જણાવેલ કે કંપની બધા વર્કરો નું ધ્યાન રાખે છે કોઈ ને જબરદસ્તી ઓવર ટાઇમ માટે રોકવામાં નથી આવતાં અને સરકાર મુજબ જે જાહેર કરવામા આવ્યુ છે કે વર્કર ને 441 રૂપીયા હાજરી આપવી તો અમે જે વર્કર નો પગાર 441 થી ઓછો હતો તે બધા ને પગાર વધારી 441 કરી દેવામાં આવ્યો છે એને કેન્ટીનનાં જમવામાં જે કોઈ વખત લાઈટ કે વરસાદ નાં કારણે કંઈ જીવ જંતુ પડી જતું હોય છે
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર