બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ લોકો રસ્તાના પ્રશ્નથી હેરાન પરેશાન છે. રાજ્ય સરકાર ગ્રામીણ વિકાસ માટે અનેક પ્રકારે નાણાં ફાળવી, ગ્રામિણ વિકાસ કરવા માટે કટિબદ્ધ છે. પરંતુ સ્થાનિક પંચાયતોના અણધડ વહીવટના કારણે ગામડાઓ આજે પણ વિકાસથી વંચિત રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે બાયડ તાલુકાની લાંક ગ્રામ પંચાયતના ભરવાડના મુવાડા ગામની વચ્ચે આવેલો મુખ્ય માર્ગ કાદવ કિચડથી ભરેલો છે.ગામના લોકોને ગામમાં જવા માટે કાદવમાંથી પસાર થવું પડે છે. ગામલોકોને ટુ વહીલર વાહન પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે, આ બાબતે ગ્રામ પંચાયત સત્તાધીશોને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી, જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે,, ત્યારે સ્થાનિક તંત્ર આ બાબતે જાગૃત થઈ માર્ગનું કામ કરાવે તેવી લોકોની માંગ છે..જો ગામના રસ્તાની સમસ્યા ત્વરિત દૂર કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ લાંક ગ્રામપંચાયત અને બાયડ તાલુકા પંચાયત આગળ હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી છે…