બાયડના ઝાંઝરી ધોધમાં ડૂબેલા યુવકના મૃતદેહને બહાર કઢાયો. અમદાવાદથી વિકએન્ડના દિવસે ફરવા માટે યુવકો ઝાંઝરી ખાતે ફરવા આવ્યા હતા,, યુવકો પૈકી શાહરુખ અંસારી નામનો યુવક પાણીમાં ડૂબતા મોત થયું હતું. ગઇકાલે સાંજે યુવક નદીના પાણીમાં ડૂબ્યો હતો. તે ઘટના ની જાણ થતાં મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ હાથધરી હતી. રાત્રીના સમયે અંધારું હોવાથી યુવકની ભાળ ન મળતાં મોડાસા નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા યુવકની વહેલી સવારે શોધખોળ હાથ ધરતા યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી.મોડાસા નગરપાલિકાની ફાયર વિભાગ દ્વારા યુવકના મૃતદેહને આંબલિયારા પોલીસને સોંપાયો આવ્યો હતો.પોલીસે મૃતદેહનો કબ્જો લઈ વધુ કાર્યવાહી હાથધરી હતી.
ઋતુલ પ્રજાપતિ