સુરત, અમદાવાદ બાદ હવે રાજકોટમાં બાગેશ્વર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ પહોંચ્યા છે. આજે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યા હતા. સ્વામિનારાયણ મંદિરમાં હાજર સંતોએ ધીરેન્દ્ર શાસ્ત્રીનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. તેમજ સ્વામિનારાયણ મંદિરે બાબા બાગેશ્વરે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પર જળાભિષેક અભિષેક પણ કર્યો હતો. જે બાદ બાબાએ સંતો સાથે વાતચીત પણ કરી હતી. આ ઉપરાંત મંદિરની બહાર મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામને ભાવથી મળ્યા હતા. ભાવિકોએ બાબા બાગેશ્વરનો ફોટો પણ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે યોગીનભાઈ છનીયારા, વિજયભાઈ વાંક, સાગરભાઈ સભાડ સહિતના સાથે રહ્યા હતા. તેમજ ત્યાં બાબા બાગેશ્વરે ત્રકારોને સંબોધીત કર્યા હતા. અને તેમણે જણાવ્યું કે હિન્દુત્વ માટે હિન્દુઓએ આગળ આવવાની જરૂર છે, ફકત વોટસએપ પર મેસેજો મોકલી વોટસએપ-વોટસએપ રમવાથી હિન્દુઓ દુર રહે. અને હિન્દુઓ પોતાની પાસે ભાલા અને તલવારો રાખે. અત્રે બાબાજીએ સ્પષ્ટતા કરેલી કે તલવાર રાખવી, તમંચો ન રાખવો. તેમણે અગાઉ ખિસ્સામાંથી હનુમાનજી કાઢવા તેવી વાત કરેલી જે અંગે પણ સ્પષ્ટતા કરતા કહ્યું કે, એક કહેવત છે એ કહેવતના ભાવથી જ આવું કથન કર્યુ હતું. વીવીઆઇપી દરબારને લઇને પણ તેમણે સ્પષ્ટ વાત કરી કે મારો કોઇ દરબાર વીવીઆઇપી હોતો નથી. તેમણે વિરોધીઓ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, વિરોધ કરવાવાળા રાવણની વિચારધારાવાળા છે..