રાજકોટનાં રેસકોર્સ ખાતે આગામી તારીખ 1 અને 2 જૂને બાગેશ્વરધામનાં સંત ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજાનાર છે. તે પહેલાં રાજકોટ શહેરના વિવિધ વિસ્તારો જેમ કે, ત્રિકોણબાગ માલાવીયા ચોક અને જ્યુબિલી ચોક સહિતના વિસ્તારોમાં ભરવાડ સમાજના આગેવાન રણજિત મૂંધવાએ બેનરો લગાવ્યા છે.’ તેમજ આ બેનરો લગાવનાર રણજીત મૂંધવાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં જ્યારે સનાતન ધર્મનો પ્રચાર કરવા ધીરેન્દ્ર શાસ્ત્રી આવી રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે, પધારો બાબા પધારો.. ગૌરી, ગીતા અને ગાય આ ત્રણ સનાતન ધર્મના પાયા છે. આ પૈકી ગાય માતાની હાલત ખરાબ છે. બાબા બધાની પરચી કાઢે છે ત્યારે બાબાને આવકારી પરચી કઢાવીને પૂછવા માંગીએ છીએ કે, ગાય ક્યાં જાય? ધર્મગ્રંથની ગીતાનો આપણે ન્યાય મંદિરમાં ઉપયોગ કરીએ છીએ. માં ભવાની ગૌરીની વાત કરતા હોય જે આદ્યશક્તિ છે. ગાયને પણ આપણે માતાનું બિરુદ આપ્યું છે. સંસદનાં નવા ભવનમાં સેંગરની મૂર્તિ મુકવામાં આવી જે ગાયનો પુત્ર છે તેમ છતાં રાજકોટમાં ગાયની દુર્દશા કેમ છે ? જેવા સવાલો પૂછ્યા હતા.