બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.ત્યારે તેમના આગમન પહેલા જ રાજકોટ અમદાવાદ અને સુરત માં વિરોધ શરૂ થઈ રહ્યો છે આગામી પેલી અને બીજી જૂને રજોતના રેસકોર્સ મેદાન ખાતે થઈ રહ્યું છે. ત્યારે દરબાર પહેલા જ વિવાદનો વંટોળ ઉભો થયો છે તેમજ રાજકોટ શહેરમાં સહકારી અગ્રણીએ કરેલા વિરોધ બાદ ધમકીના પણ ફોન આવવા લાગ્યા છે. તો બીજી બાજુ કરણી સેનાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ટેકો પણ જાહેર કર્યો છે. ત્યારે આજે આયોજક યોગીન છનીયારાએ મીડિયા સાથે વાત ચિત કરતાં જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી 31 તારીખે રાત્રે રાજકોટ આવી જશે તેમજ તેમના દિવ્ય દરબારમાં 32 જેટલી સમિતિના 600 કાર્યકરો સેવામાં જોડાશે. તેમજ બાબાના દરબારમાં 75 હજારથી વધુ લોકો આવે તેવી સંભાવના હાલ વ્યક્ત કરાઈ રહી છે. આ ઉપરાંત આ દરબારના વિરોધ અંગે પણ આયોજકે કહ્યું કે, કોઈપણ સારા કાર્યનો વિરોધ થાય જ છે. ત્યારે કરણી સેના સહિત બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ પણ અમારા સહકારમાં છે. તેમજ રાજકોટ પોલીસ તંત્રના તમામ લોકો દ્વારા પણ તેમને પૂરતો સહયોગ આપવામાં આવ્યો છે.
બાધેશ્વર બાબા રાજકોટ આવે તે પહેલાં જ વિવાદ શરૂ થતાં આયોજકે કહ્યું, “સારા કાર્યનો તો વિરોધ થાય જ”…
Previous article
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -